એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી August 14, 2018 એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તે તરવા ગઈ તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોઢામાં આવી ગયો મગર બિલ્લીને ખાઈ ગયો ek biladi jadi tene peri sadi gujarati child song baal geeto Share Get link Facebook X Pinterest Email Other Apps Share Get link Facebook X Pinterest Email Other Apps Comments
એબીસીડી એબીસીડી ઘોડા દોડાવો August 21, 2018 એબીસીડી એબીસીડી ઘોડા દોડાવો ઘોડાની ટાંગ તૂટી મલમ લગાવો મલમ ઉપર માખી બેસી ચાદર ઓઢાડો ચાદરનો છેડો ફાટ્યો દરજી બોલાવો દરજીની સોય તૂટી લુહાર બોલાવો લુહારનો વાંસલો ભાંગ્યો સુથાર બોલાવો સુથારનો હાથ તૂટ્યો ડૉક્ટર બોલાવો ડૉક્ટરની પેટી ચોરાઈ પોલીસ બોલાવો પોલીસની ટોપી ઊડી તાળી વગાડો ABCD ABCD GHODA DODAO - Gujarati kids song video Read more
આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ August 14, 2018 આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક આવ રે વરસાદ, નેવલે પાણી નઠારી છોકરીને દેડકે તાણી aav re varsad dhebariyo parasad gujarati child song baal geeto Read more
એકડે એક પાપડ શેક August 14, 2018 એકડે એક પાપડ શેક બગડે બે ચોપડી લે ત્રગડે ત્રણ વેઢા ગણ ચોગડે ચાર બેડો પાર પાંચડે પાંચ કવિતા વાંચ છગડે છ ન શીખે તે ઢ સાતડે સાત સાંભળો વાત આઠડે આઠ લખજો પાઠ નવડે નવ લડશો નવ એકડે મીંડે દશ બસ હવે બસ ekde ek papad shek gujarati child song baal geeto Read more
Comments
Post a Comment